જે ઘરમા ભગવાન ગજાનન ના આ પાંચ ફળદાયી મંત્રો નુ જાપ થતું હોય, ત્યાં નિર્ધનતા રહે છે દુર

મિત્રો, સંકટમોચન પ્રભુ શ્રી ગણેશ હંમેશાં તેમના ભક્તો ની તમામ ઇચ્છાઓ ને પરિપૂર્ણ કરે છે. જો તમે નવું ઘર લેવાની ઈચ્છા ધરાવતા હોવ અને જો તેમાં વિઘ્ન આવી રહ્યા હોય અથવા તો જીવનમાં કોઈ પ્રકારની આર્થિક નાણાભીડ થી પીડાઈ રહ્યા હોવ તો આ પાંચ મંત્રો તમને ખુબ જ કામ આવી શકે તેમ છે. પ્રભુ શ્રી ગણેશ નો બીજ મંત્ર “ॐ ગં ગણપતયે નમ:” નું મંત્રોચ્ચારણ કરવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ સિવાય પ્રભુ શ્રી ગણેશ ના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ કયા-કયા છે આ મંત્ર. “ૐ ગં ગણપતેય નમ:” આ ગણેશજીનો મુલમંત્ર છે. આ મંત્ર ને બીજ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર મુખ્યત્વે યોગ સાધના ના સમયે વાપરવામાં આવે છે. ગણપતિ ઉપનિષદ માંથી આ મંત્ર પ્રાપ્ત થઈ આવ્યો છે. કોઈપણ કાર્ય નો પ્રારંભ કરતા પૂર્વે આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરશો તો સફળતા તમને અવશ્ય પ્રાપ્ત થશે. “શ્રી વિઘ્નેશ્વરાય નમ:” આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરવાથી પરમ પૂજનીય પ્રભુ શ્રી ગણેશ તમારા માર્ગમા આવતા તમામ વિઘ્નો ને દૂર કરે છે. આ મંત્રના નિરંતર મંત્રોચ્ચારણ થી તમારા માર્ગ માં...