Skip to main content

જે ઘરમા ભગવાન ગજાનન ના આ પાંચ ફળદાયી મંત્રો નુ જાપ થતું હોય, ત્યાં નિર્ધનતા રહે છે દુર

  • મિત્રો, સંકટમોચન પ્રભુ શ્રી ગણેશ હંમેશાં તેમના ભક્તો ની તમામ ઇચ્છાઓ ને પરિપૂર્ણ કરે છે. જો તમે નવું ઘર લેવાની ઈચ્છા ધરાવતા હોવ અને જો તેમાં વિઘ્ન આવી રહ્યા હોય અથવા તો જીવનમાં કોઈ પ્રકારની આર્થિક નાણાભીડ થી પીડાઈ રહ્યા હોવ તો આ પાંચ મંત્રો તમને ખુબ જ કામ આવી શકે તેમ છે. પ્રભુ શ્રી ગણેશ નો બીજ મંત્ર “ॐ ગં ગણપતયે નમ:” નું મંત્રોચ્ચારણ કરવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ સિવાય પ્રભુ શ્રી ગણેશ ના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે.
  • તો ચાલો આજે આ લેખમાં જાણીએ કયા-કયા છે આ મંત્ર.
  • “ૐ ગં ગણપતેય નમ:” આ ગણેશજીનો મુલમંત્ર છે. આ મંત્ર ને બીજ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંત્ર મુખ્યત્વે યોગ સાધના ના સમયે વાપરવામાં આવે છે. ગણપતિ ઉપનિષદ માંથી આ મંત્ર પ્રાપ્ત થઈ આવ્યો છે. કોઈપણ કાર્ય નો પ્રારંભ કરતા પૂર્વે આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરશો તો સફળતા તમને અવશ્ય પ્રાપ્ત થશે.
  • “શ્રી વિઘ્નેશ્વરાય નમ:” આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરવાથી પરમ પૂજનીય પ્રભુ શ્રી ગણેશ તમારા માર્ગમા આવતા તમામ વિઘ્નો ને દૂર કરે છે. આ મંત્રના નિરંતર મંત્રોચ્ચારણ થી તમારા માર્ગ માં ઉદભવતી તમામ સમસ્યાઓ તથા નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને તમને અનહદ શાંતિનો અહેસાસ થશે.
  • “ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं” આ દિવ્ય મંત્ર ના મંત્રોચ્ચારણ થી તમને તમામ પ્રકાર ના કરજ માંથી મુક્તિ મળે છે. આ મંત્ર નું નિયમિત મંત્રોચ્ચારણ કરવાથી પ્રભુ શ્રી ગણેશ તમારા પર અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા તમામ કરજ માંથી તમને મુક્તિ અપાવે છે. એવું કહેવાય છે કે જો કોઈ ઘરમાં ફક્ત એક વાર પણ આ મંત્ર નું મંત્રોચ્ચારણ થાય તો તે ઘરમાં ક્યારેય પણ નાણાં ની અચ્છત નથી સર્જાતી.
  • “ॐ કપિલાય નમ :” કપિલ શબ્દ નો અર્થ થાય છે કલર થેરાપી . તમે સ્વયં રંગ નું સર્જન કરી શકો છો અને તેનાથી લોકોને સાજા કરી શો છો. આ મંત્રનો એક અર્થ એવો પણ થાય છે કે, તમે જે માંગશો એ તમને પ્રાપ્ત જશે. વિશેષ કરીને જ્યારે તમે અન્ય નું હિત ઈચ્છશો, તો તમારી ઈચ્છા તુરંત જ પૂર્ણ થઈ જશે.
  • “ૐ શ્રી વિનાયકાય નમ:” વિનાયક એ પ્રભુ શ્રી ગણેશ ના સુવર્ણ સમય નું જાણીતું નામ છે. આ મંત્ર ના મંત્રોચ્ચારણ થી તમારો સુવર્ણકાળ પ્રારંભ થઈ જશે. તમારા કાર્ય માં તમે ઉચ્ચ સ્તર સુધી પહોંચશો. વિનાયક એટલે બધુ જ તમારા નિયંત્રણ માં હોય તે. વિનાયક એટલે જે તમારી બધી જ સમસ્યાઓ નું સમાધાન લાવે તે.
  • આ ઉપરોક્ત જણાવેલા મંત્રો ના મંત્રોચ્ચારણ ની સાથે પ્રભુ શ્રી ગજાનન ની પ્રતિમા ને નવા ઘરમાં પ્રસ્થાપિત કરવી જોઈએ. આ મંત્રો તમારી આર્થિક સમસ્યાઓ ,વાદ વિવાદ , માનસિક તણાવ વગેરે જેવી સમસ્યાઓ માં રાહત અપાવશે તેમજ નાણાકીય સમસ્યાઓ ને દૂર કરવામાં પણ સહાયરૂપ બનશે.⇅↼

Comments

Popular posts from this blog

जानें तुलसी के औषधीय गुण

हनुमान जयंती : बजरंगबली की 10 अद्भुत बातें

आंवला खाने के फायदे